મોરબી: “એક બુથ પાંચ યુથ કોંગ્રેસ” માટે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસની બેઠક મળી.
આજરોજ તારીખ 1-10-2022 ના રોજ મોરબીના સર્કિટ હાઉસ ખાતે “એક બુથ પાંચ યુથ કોંગ્રેસ” ના અનુસંધાને મોરબી જિલ્લા યુવક કોંગ્રેસની બેઠક મળી હતી આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અને રાષ્ટ્રીય કોંગ્રેસના સચિવ શ્રી માનસિંગ રાઠોડ તથા મોરબી જિલ્લા પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ તથા મોરબી જીલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા અને દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના લોકોને અપાયેલ 8 વચન નું સંકલ્પ પત્ર વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું આ કોંગ્રેસ પક્ષ દ્વારા અપાયેલ આઠ વચન ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવા મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ આહવાન કર્યું હતું તથા મોરબી જિલ્લાના સક્રિય કાર્યકર ની નવી નિમણૂક આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાના આગેવાન અને હોદ્દેદાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/ECrcvp3DfMRGFfhWB6Hk2E