Placeholder canvas

વાંકાનેર: ભૂલી પડેલી મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન…

મોરબી : તાજેતરમાં રાજસ્થાનની વતની મહિલા ભૂલી પડીને વાંકાનેર આવી જતા ભૂલી પડી ગયેલી મહિલાનું સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પરિવાર સાથે સુખદ મિલન કરાવાયું હતું.

ગત તારીખ 23ના રોજ 181 અભયમ ટીમ દ્વારા ભૂલી પડેલી મહિલાને મોરબી સખી વન સ્ટોપ સેન્ટર પર લાવવામાં આવી હતી. સખીવન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરાયું હતું. આ દરમિયાન મહિલા દ્વારા જણાવેલ કે, તેઓ રાજસ્થાન બિકાનેરના રહેવાસી છે અને ગુજરાતમાં સુરેન્દ્રનગરના મુળીમાં કામ અર્થે આવ્યા હતા. મહિલાને તેમના પતિ સાથે ઝઘડો થતાં ઘરેથી તેમના બે સંતાન સાથે કહ્યા વગર રાજસ્થાન જવા નીકળી ગયા હતા. પરંતુ વાંકાનેરથી રસ્તો ભૂલી જતા અન્ય વ્યક્તિ દ્વારા 181 ટીમને જણાવેલ અને 181 અભયમ ટીમ સેન્ટર પર તે મહિલાને મૂકી ગઈ હતી. સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્વારા કાઉન્સેલિંગ કરતા મહિલાના પતિના નંબર મેળવી તેઓને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે બોલાવાયા હતા. જ્યાં બંનેને સમજાવી સમાધાન કરીને મહિલાનો કબજો પતિને સોંપ્યો હતો.

આ સમાચારને શેર કરો