બ્રેકિંગ ન્યુઝ: મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા સસ્પેન્ડ…

મોરબી: ગઈકાલે ઓરેવાની ઓફિસ અને કોન્ટ્રાક્ટરની ઓફિસે પોલીસે દરોડા પાડ્યા બાદ આજે મહત્વના બ્રેકિંગ ન્યુઝ મળી રહ્યા છે કે રાજ્યના શહેરી વિકાસ વિભાગે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીની જુલતા પુલ દુર્ઘટના બન્યા બાદ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા સામે આવીને કહ્યું હતું કે ઓરેવાએ ફિટનેસ સર્ટિફિકેટ કે નગરપાલિકાની મંજૂરી લીધા વગર જ પુલ ચાલુ કરી દેવાયો હતો. પોતાની ફરજમાં બેદરકારી આપો સામે આવી ગઈ હતી, પાંચ પાંચ દિવસ સુધી પુલ ચાલુ રહ્યો છતાં નગરપાલિકાએ કોઈ એક્શન કેમ ન લીધા ?આવા પ્રશ્નો પત્રકારો અને લોકો પણ પૂછી રહ્યા હતા.

શરૂઆતથી જ લોકોમાં એવી ચર્ચા થતી હતી કે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને ઓરેવાના જયસુખ પટેલને આ સરકાર બચાવી લેશે પણ ધીરે ધીરે પોલીસ કાર્યવાહી આગળ ધપાવી રહી છે અને આજે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા ને સસ્પેન્ડ કરી દેવાયા છે. ત્યારે જોવાનું એ રહે છે કે હવે શું ઓરેવાના માલિક જયસુખ પટેલની પણ ધરપકડ થશે કે નહીં? અને ચીફ ઓફિસરને માત્ર સસ્પેન્ડ કરી અને કામ કર્યાનો સંતોષનો ઓડકાર લેવાશે કે પછી તેમની સામે કાનૂની પગલાં લઈ તેમની પણ ધરપકડ કરવામાં આવે છે કે નહીં એ જોવું રહ્યું…

ગઈકાલે ઓરેવા ની ઓફિસે પોલીસે દરોડા પાડ્યા બાદ લોકોમાં ગણગણાટ શરૂ થયો હતો કે માથે ચૂંટણી છે એટલે આ પગલાં લેવા પડી રહ્યા છે અન્યથા જયસુખ પટેલનો કોઈ વાળ વાંકો કરી શકે તેમ નથી !! કેમકે તેમની માથે ભાજપ અને સરકારના ચારે હાથ છે… આવું લોકોમાંથી સાંભળવા મળતું હતું.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/HXcZmc55kbhLi4yr9UOSt2

આ સમાચારને શેર કરો