મોરબીમાં મંજુર થયેલી મેડીકલ કોલેજ માટે ૮ હેક્ટર જમીન ફાળવી
મોરબીને નવી મેડીકલ કોલેજ મળે તે માટે ભાજપ પ્રમુખ, સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ અસરકારક રજૂઆત કરી હતી જેથી સરકારે મોરબી મેડિકલ કોલેજ મેડીકલ કોલેજ મંજુ કરી હતી અને આ નવી મેડીકલ કોલેજ બનાવવા માટે ૮ હેક્ટર જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે.
મોરબી ખાતે નવી મેડીકલ કોલેજ રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામાં આવી છે જેને તાત્કાલિક કાર્યાન્વિત કરવા માટે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહિતના અગ્રણીઓએ રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને મોરબીના રાજકોટ રોડ પર શકત શનાળા ગામની સરકારી ખરાબા સર્વે નંબર ૩૩૪/૧ ની જમીનમાંથી ૮ હેક્ટર જમીન નવી મેડિકલ કોલેજ શરૂ કરવા માટે રાજ્યના મહેસૂલ વિભાગના પત્ર ક્રમાંક જમન/૩૭૨૦૨૦/૧૦૩૯/ક તા.૨૦/૦૭/૨૦૨૦ મહેસૂલ વિભાગે નિર્ણય કરી મોરબી કલેકટરને જરૂરી મંજુરી આપીને જમીન તાત્કાલિક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને તબદીલ કરી હોવાનું જણાવ્યું હતું.
મોરબીમાં નવી મેડીકલ કોલેજ જલ્દી શરુ થાય તેવા ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે ત્યારે ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ ખુશી વ્યક્ત કરી છે અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.