વાંકાનેર: આમ આદમી પાર્ટીની સમીક્ષા બેઠક યોજાઈ
વાંકાનેર: મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આમ આદમી પાર્ટીની આજે બેઠક યોજાતા વાંકાનેરમાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાનું જાહેર કર્યું છે ત્યાં સત્તાપક્ષ અને વિરોધપક્ષ બંને ઘાંઘા થઇ ગયા છે તેવું તોફિક અમરેલીયાએ જણાવ્યુ હતું.
આમ આદમી પાર્ટી દ્વારા સોરઠીયા રાજપૂત સમાજની વાડીએ મિટિંગનું અજોયન કરેલ હતું ત્યારે સવારમાં અચાનક નવો વળાંક આવતા સંચાલક દ્વારા બહાના બાજી કરતા મિટિંગ બાજુમાં પાતાળેશ્વર મહાદેવના મંદિરે રાખવી પડી હતી.
આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં વાકાનેર તાલુકાના ગામડે ગામડે જઇને ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપશે અને વાકાનેર કોંગ્રેસ અને ભાજપના કથિત વચનો ખુલા પાડશે…