મોરબી:મુસ્તાક મીરની હત્યાના આરોપી હિતુભા સહિતના આરોપી અમદાવાદ એટીએસના હાથે ઝડપાયા

મોરબીના શનાળા રોડ ઉપર મુસ્તાક મીરની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલ હિતેન્દ્રસિંહ ઝાલા પેરોલ જમ્પ કરીને નાશી ગયા હતા દરમ્યાન મુસ્તાક મીરના ભાઈ ઉપર આડેધડ ફાયરીંગ કરીને આરીફ મીરની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ બનાવમાં એક માસુમ બાળકનું મોત નીપજ્યું હતું અને પોલીસ તપાસમાં આ હુમલાના માસ્તર માઈન્ડ હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા હોવાનું જે તે સમયે ખુલ્લ્યું હતું જેથી તેને પકડવા માટે હાલમાં જુદીજુદી દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં અમદાવાદ એટીએસની ટીમે અમદાવાદમાંથી હિતેન્દ્રસિંહ ઝાલા અને બે શાર્પ શુટર સહીત પાંચ શખ્સોને ઈમ્પોર્ટેડ હથિયાર સાથે દબોચી લીધા છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના હત્યા, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિતના ગુનામાં છેલ્લા ઘણા સમયથી આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિહ ઝાલા રહે શનાળા મોરબી વાળા નાસતા ફરતા હતા જેથી તેને પકડવા માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્યનાઓ દ્વારા ગુજરાત એ.ટી.એસ.ને સૂચના આપવામાં આવી હતી દરમ્યાન એ.ટી.એસ.ના પીઆઈ આર.આઇ. જાડેજાનાઓને મળેલી બાતમી આધારે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા તેમજ તેની સાથે બે શાર્પ શુટર સહીત પાંચ શખ્સોની ગેરકાયદેસર ઈમ્પોર્ટેડ પીસ્ટલ જેવા હથિયારો અને કાળા રંગની નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનર ગાડી સાથે ધરપકડ કરી લેવામાં આવી છે.

વધુમાં મળતી માહિતી મુજબ અમદાવાદના શાંતિપૂરા સર્કલ તરફથી આવી ડી – કેથલોન સ્પોર્ટ્સની દુકાન આગળ થઇ બોપલ તરફ આરોપીઓ જનાર છે તેવી હક્કિત એટીએસની ટીમને મળી હતી જે આધારે તેઓએ તેમની ટીમના અધિકારીઓ તથા કર્મચારીઓને સાથે રાખી શાંતિપૂરા સર્કલથી બોપલ તરફ જવાના રોડ ઉપર આવેલ ડી કેથલોન સ્પોર્ટ્સની દૂકાનથી થોડે દૂર રોડ ઉપર નાકાબંધી કરી હતી તેવામાં કાળા રંગની નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનર ગાડીને રોકી તેમાં બેઠેલ પાંચ માણસોની અંગ ઝડતી કરતા હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલાના કજામાંથી ૯ – એમ એમની ઇમ્પોર્ટેડ પોસ્ટલ તથા કારતૂસ નંગ – ૮ તથા કારના ડ્રાઈવર ઘનશ્યામસિંહ વિજયસિંહ જાડેજા, ખુમાનસિંહ રઘુવિરસિંહ જાડેજા તથા ઉત્તરપ્રદેશના બે શાર્પ શૂટર અંગ્રેજ ભવાનીપ્રસાદ ચૌધરી( વર્મા ) અને જીતેન્દ્રકુમાર રામવિલાસ મોર્યાનાઓ હથિયાર સાથે રહેતા હતા જેથી તેઓ તમામને હથિયાર સાથે પકડી તેની વિરૂધ્ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

આ સમાચારને શેર કરો