મોરબી: ‘આપ’ના ઉમેદવાર પંકજ રાણસરીયા પર જીવલેણ હુમલો.
મોરબી: ગત રાત્રે મોરબી માળીયા સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રણસરીયા જ્યારે લોક સંપર્કમાં હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલોક કરવામાં આવ્યો હતો, તેમને આ બાબતે મોરબી સિટી બી ડિવિઝનમાં ફરિયાદ કરી છે.
આમ આદમી પાર્ટી મોરબીના આગેવાનો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગત રાત્રે આપના ઉમેદવાર પંકજભાઈ રાણસરિયા અને આપના આગેવાન અને ટેકેદારો જ્યારે લોક સંપર્કમાં હતા ત્યારે ભાજપના ઝંડાવાળી જીપ તેમના પર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ હેમખેમ બચી ગયા હતા.
AAPના ઉમેદવાર પંકજ રાણસરિયાએ આરોપ લગાવ્યો છે કે મોરબીના યમુના નગર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક જીપચાલકે તેમના પર ગાડી ચળાવવાનો પ્રયાસ કર્યો હતો. અને બાદમાં પુરપાટ ઝડપથી તે આગળ નીકળી ગયો હતો એ દરમિયાન આપના કાર્યકરોની બે ગાડીમાં પણ નુકસાન થયું હતું. તેમના સીસીટીવી કુટેજ પણ મેળવી લેવાયા છે અને પોલીસને આપવામાં આવ્યા છે.’આપ’ના ઉમેદવારને પોલીસ દ્વારા પોલીસ પ્રોટેક્શન લેવાની સલાહ આપવામાં આવી છે.