Placeholder canvas

ગુજરાત બોર્ડ ધો.10નું 64.22 % પરિણામ: સુરત જિલ્લામાં સૌથી વધુ અને દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ

છોકરીઓએ છોકરાઓને પાછળ છોડ્યા, 11 ટકા વધુ પરિણામ

ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)ની માર્ચ-2023માં યોજાયેલી ધો.10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આજે 25 મેના રોજ સવારના 7-45એ વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. જે સવારે 8 વાગ્યે જાહેર થવાનું હતું. નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ પહેલાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આસાથે જ વ્હોટ્સએપ પર પણ પરિણામ મોકલવાના શરૂ કરી દેવાયા હતા. આ વર્ષે છોકરીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા છે, 11 ટકા છોકરીઓનું પરિણામ વધુ છે.

આ પરીક્ષામાં કુલ 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 734898 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 474893 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 64.62 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 158623 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 27446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલા કુલ 16745 પરીક્ષાર્થીઓ પૈકી 14635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 1915 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલા છે. તેઓનું પરિણામ 13.09 ટકા આવેલું છે.

ગુજરાત બોર્ડ ની ધોરણ 10ની પરીક્ષાનું 64.22 % પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 10ની પરીક્ષા સમગ્ર રાજ્યના 958 કેન્દ્રોમાં લેવામાં આવેલી તેમાં બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર 95.92 ટકા પરિણામ મેળવીને મોખરે રહ્યું છે. જ્યારે નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર 11.94 ટકા મેળવી સૌથી છેલ્લે રહેલો છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત રહ્યો છે. અહીં 76.45 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે. અહીં માત્ર 40.75 ટકા પરિણામ આવ્યું છે.

ધો.10 પરિણામ અપડેટ્સ…

  • સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર- 95.92 ટકા
  • સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર- 11.94 ટકા
  • સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત- 76.45 ટકા
  • સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ- 40.75 ટકા
  • 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા- 272
  • 30 ટકા કરતા ઓછુ પરિણમ ધરાવતી શાળાની સંખ્યા- 1084
  • 0 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા- 157
  • A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 6111
  • A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 44480
  • B1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 86611
  • B2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 127652
  • C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 139248
  • C2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 67373
  • D ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 67373
  • E1* ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 3412
  • નિયમિત પુરૂષ વિદ્યાર્થીનું પરિણામ- 59.58 ટકા
  • નિયમિત મહિલા વિદ્યાર્થીનું પરિણામ- 70.62 ટકા
આ સમાચારને શેર કરો