Placeholder canvas

શાબાસ:12 સાયન્સના પરિણામમાં :મોરબી જિલ્લો 83.22% સાથે રાજ્યમાં પ્રથમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું બોર્ડની પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધો.12 સાયન્સનું કુલ 65.58% પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં 72.27% અને બી ગ્રુપમાં 61.71% પરિણામ આવ્યું છે. સૌથી વધુ 90.41% સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે છે. સૌથી વધુ 83.22% પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે.

મોરબી જિલ્લાનું હળવદ કેન્દ્ર 90.41% સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. જ્યારે દાહોડનું લીમખેડા 22% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. તેથી આ વર્ષે સૌથી વધુ પરિણામ પ્રાપ્ત કરીને મોરબી જિલ્લો 83.22 ગુજરાતભરમાં મોખરે થયો છે. નોંધનીય છે કે મોરબીમાં જિલ્લામાં કુલ1374 વિધાર્થીઓએ પરિક્ષ આપી હતી. જેમાં મોરબીમાં A1માં કુલ 3 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.

જાણો મોરબીના જિલ્લાના ક્યાં કેન્દ્રનું કેટલું રિઝલ્ટ ?

મોરબી શહેરમાં 924 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 739 છાત્રો પાસ થતાં શહેરનું પરિણામ 79.98% છે.

હળવદમાં 490 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 443 છાત્રો પાસ થતાં શહેરનું પરિણામ 90.41% છે.

વાંકાનેરમાં 237 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 192 છાત્રો પાસ થતાં શહેરનું પરિણામ 81.01% છે.

આ સમાચારને શેર કરો