skip to content

મોરબી:ઝૂલતો પુલ દુર્ઘટનામાં 36 મુસ્લિમના મૃત્યુ: કબ્રસ્તાનમાં 150 લોકોની ટીમે કબરો તૈયાર કરી

મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો છે. ઝૂલતો પુલ તૂટતાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હતા, જેમાં 30થી વધુ બાળકો સહિત 190 જેટલા મૃતદેહ બહાર કઢાયા છે. હજુ પણ બે લોકો ગાયબ છે. ત્યારે આ મૃતકોમાં 36 મૃતકો મુસ્લિમ સમાજના હોવાથી મોરબીના કબ્રસ્તાનમાં 150 લોકોની ટીમે તેમની દફનવિધિ માટે 150 લોકોની ટીમે કબરો તૈયાર કરી દીધી છે.

કબર બનાવવા 150 લોકોની ટીમ કામે લાગી મોરબીમાં પુલ તૂટવાની ઘટનાને લઈને સમગ્ર મોરબીમાં શોક ફેલાયો છે.પુલ તૂટવાની ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. મૃતકોની અંતિમ વિધિ માટે પણ તૈયારી કરવામાં આવી રહી છે. મોરબીના કબ્રસ્તાનમાં 150 લોકોની ટીમ એક સાથે 36 દફનવિધિ ઘર તૈયાર કરી રહી છે. ગઈકાલે રાતે ઘટનાના સમાચાર વહેતા થયા ત્યારથી જ દફનવિધિ ઘર બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.પુલ તૂટવાની દુર્ઘટનામાં મુસ્લિમ સમુદાયના લોકોની સંખ્યા પણ વધુ છે. મૃતકોની કબ્રસ્તાનમાં અંતિમ વિધિ કરવામાં આવશે.

અંતિમ વિધીને લઈને મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા જ ગત રાતથી કબ્રસ્તાનમાં તૈયારી કરવામાં આવી રહી છે.રાતના અઢી વાગ્યા સુધી 36 મૃતકોના નામનું લિસ્ટ મળ્યું હતું. જેના આધારે મૃતકો માટે દફનવિધિ ઘર બનાવવામાં આવી રહ્યા છે. એક દફનવિધિ ઘર બનાવવામાં 3 થી 4 કલાકનો સમય લાગે છે. આ ઘર પણ મુસ્લિમ સમુદાયના નિયમ મુજબ બનાવવામાં આવે છે. જેથી કબ્રસ્તાનમાં 150 લોકોની ટીમ ઘર બનાવવા કામ કરી રહી છે.

ગત રાતે બનાવ બન્યા બાદ મુસ્લિમ સમુદાયના યુવકોની 40 લોકોની ટીમ પણ મૃતદેહ નદીમાથી બહાર કાઢવા ગઈ હતી ત્યારે આજે અન્ય ટીમ કબ્રસ્તાનમાં કામ કરી રહી છે. મુસ્લિમ સમાજના પ્રમુખ પીલુડિયા ગુલામ હુસેન અબ્દુલભાઇએ જણાવ્યું હતું કે આ બનાવ ખૂબ જ દુઃખદ છે.મૃતદેહના અંતિમ વિધિ માટે સમય ન બગડે અને ઝડપથી થાય તે માટે અગાઉથી જ તૈયારી કરવામાં આવી છે.આટલી મોટી સંખ્યામાં મોત થયા છે તો તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવી જોઈએ અને દોષિત સામે કડક પગલાં ભરીને કાર્યવાહી કરવી જોઈએ.

આ સમાચારને શેર કરો