skip to content

મોરબી શહેરમાં તાજીયાના ઝુલુસ, સબીલ, ન્યાજ સહિતના કાર્યક્રમો નહીં યોજાય

મોરબી : વૈશ્વિક કોરોના મહામારીને કારણે સામાજિક, શૈક્ષણિક મેળાવડાઓ ઉપરાંત ધાર્મિક મેળાવડાઓ પણ આ વર્ષે મોકૂફ રખાઇ રહ્યા છે ત્યારે મુસ્લિમ બિરાદરો દર વર્ષે ઇમામ હુસેનની યાદમાં તાજીયા ઝુલુસ કાઢી માતમ મનાવે છે એ પણ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઇમામ હુસેનની શહાદતની યાદમાં તાજીયા બનાવવામાં આવે છે અને એમનું ઝુલુસ નગરોના માર્ગ પર ફરે છે. આ દરમ્યાન સબીલોમાં પાણી- શરબત-દૂધ કોલડ્રિન્ક વગેરેનું વિતરણ કરવા માટે રોડ-રસ્તા-ચોક પર મંડપો રાખવામાં આવે છે. ન્યાઝ અને રાત્રે તકરીરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે. જો કે દર વર્ષે યોજાતા આ કાર્યક્રમો આ વર્ષે કોરોનાની મહામારીને કારણે મુલતવી રાખવામાં આવ્યા છે.

સુન્ની મુસ્લિમ જમાતના સૈયદ અબ્દુલરશીદ મીંયા હાજી મદનમીંયા બાપુ અલ કાદરી અલ જીલાની શહેર ખતીબ દ્વારા આ અંગે મુસ્લિમ બિરદારોને અનુરોધ કર્યો છે કે જે મહોલ્લાઓમાં તકરીર થતી હતી ત્યાં આ વર્ષે મસ્જિદોમાં ઈશાની નમાઝ પછી 1 કલાક માટે તકરીર થશે. મસ્જિદોમાં ચટાઈ, ટુવાલ, વઝુખાના અને ઇસ્તિજાખાનાનો ઉપયોગ નહીં કરી શકાય. સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. હર એક નમાજીએ જાહેરમાં માસ્ક પહેરવું જરૂરી છે અને ખાસ તો મસ્જિદોથી પોતાનું વાહન દૂર પાર્ક કરવાનું રહેશે એટલે નાહકની ભીડ ન થાય. તમામ બિરાદરોને અપીલ કરાઈ છે કે જે ખર્ચ ઇમામ હુસેનની યાદમાં તેઓ કરતા હતા એ ખર્ચ પોતાના શહેરના દારૂલ ઉલૂમ ફૈઝાને મદની સરકારમાં જમા કરાવી ઇમામ હુસેનની બારગાહમાં નજરે પેશ કરે અને સવાબે જારીયાના હક્કદાર બને.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JFLfJIohOrGK3nenYQzLTN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો