મુન્દ્રા અને દ્વારકા બાદ હવે મોરબીમાંથી પકડાયો ડ્રગ્સનો કરોડો રૂપિયાનો જથ્થો

ATS અને SOGનું સફળ ઓપરેશન, મોરબીમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે 2 શખ્સોની અટકાયત…

ગુજરાતમાં ડ્રગ્સ પર પોલીસની વધુ એક સ્ટ્રાઈક, મોરબીના ઝીંઝુડામાં 120 કિલો હેરોઈન ઝડપાયું…

ગુજરાત એ દેશભરમાં ડ્રગ્સ ઘૂસાડવાનું સેફ પેસેજ બની રહ્યું છે તેના પુરાવા સતત સામે આવી રહ્યાં છે. મુન્દ્રા, દ્વારકા બાદ હવે મોરબીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. મોરબીના ઝીંઝુડા ગામમાં ATS એ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં 120 કિલ્લો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સાથે બે શખ્સની ધરપકડ કરાઈ છે. બે મકાનમાં તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું હેરોઇન ડ્રગ્સ પકડાયું છે. એટીએસ અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડો પાડીને ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે.

ગુજરાતમાં ડ્રગ્સ પર પોલીસની વધુ એક સ્ટ્રાઈક સફળ સાબિત થઈ છે. મોરબીના ઝીંઝુડામાં 120 કિલો હેરોઈન ઝડપાયું છે. દ્વારકા બાદ હવે મોરબીમાં કરોડોનું ડ્રગ્સ પકડાયું છે. એક અંદાજ પ્રમાણે 500 થી 600 કરોડ રૂપિયાનું હેરોઈન હોવાનું કહેવાય છે. મોરબીના ઝીંઝુડામાં ATS અને SOG નું સફળ ઓપરેશન મોડી રાતે પાર પાડવામાં આવ્યું છે. કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે 2 શખ્સોની અટકાયત કરાઈ છે. દ્વારકા બાદ મોરબીમાં ડ્રગ્સ પર મોટી કાર્યવાહી કરાઈ છે. જેમાં 2 મકાનમાં તપાસ કરાતા મોટી સંખ્યામાં ડ્રગ્સ પકડાયું છે. 

ATS અને મોરબી SOGએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં દરોડો પાડીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નોંધનીય છે કે , દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક સપ્તાહ પહેલા કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો, હવે પોલીસને વધુ એક સફળતા મળી છે. 

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો