Placeholder canvas

મીતાણા ચોકડી પાસે ફેકટરીમાં અડધી રાત્રે આગ ભભૂકી ઉઠી…

ટંકારાના મીતાણા ચોકડીથી વાલાસણ તરફ જતાં રોડ પર આવેલ મેગા વિનયલ્સ કંપનીના ઓઈલ પંપમા અડધી રાત્રે આગ ભભૂકી ઉઠતાં ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબુ મેળવ્યો સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ નથી ટંકારા ફાયર બ્રિગેડની સુવિધા નામે શુન્ય હોય મોરબીની ટિમ પહોચી હતી. કંપની વેધર અને રેગજીન લગત મટીરીયલ બનાવે છે.

આ ઘટના અંગે મોરબી ફાયર બ્રિગેડના જવાનો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રે એકાદ વાગ્યાના સુમારે ટંકારા તાલુકાના મિતાણા ગામ થી વાલાસણ તરફ મેગા વિનયલ્સ કંપનીના ઓઈલ પંપમા આગ લાગી હોવાનું જાણવા મળતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને કંપનીના ઓઈલ પંપમા લાગેલી આગ પર પાણી સાથે ફોર્મ (કેમીકલ) મિક્સ કરી આગ પર કાબુ મેળવી વાલ બંધ કરેલ તેમજ કુલિંગ કરેલ વધારાના ઓઈલ ટેન્કને ફાયર વિભાગ બચાવી લીધલ. ફાયર વિભાગની સુઝબુઝને કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે ઔધોગિક વિસ્તાર ટંકારા માં ફાયરની સુવિધા નામે શુન્ય હોય ફરી એક વાર મદદ માટે મોરબીની ટિમ પહોચી હતી. સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ માલ સામાનનુ કેટલુ નુકસાન થયું છે અને આગ કેમ લાગી એ આગળની તપાસ બાદ જાણવા મળશે. પરંતુ આ બનાવ અંગે ટંકારા પોલીસને જાણ સુધા પણ નથી કે કોઈ નોધ પણ કંપની દ્વારા કરાવવામાં આવી નથી.

આ સમાચારને શેર કરો