Placeholder canvas

મોરબીમાં બ્રિજેશ મેરજા નિશ્ચિત: આઈ.કે. જાડેજાનો સંકેત

રાજકોટ : આજે રાજકોટની મુલાકાતે આવેલા ઉર્જામંત્રી સૌરભ પટેલ તથા ભાજપના પ્રવક્તા આઈ.કે. જાડેજા બાદમાં મોરબી ખાતે જવા રવાના થયા હતા. આગામી સમયમાં જે પેટાચૂંટણી આવી રહી છે તેમાં ભાજપના બંને અગ્રણીઓ નિરીક્ષક તરીકે કામ કરી રહ્યા છે.

મોરબીમાં ઉમેદવાર અંગેનાં એક પ્રશ્નના જવાબમાં કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાને ફરી ટીકીટ મળશે તેવા સંકેત આપી દેતા ભાજપના પ્રવકતા આઈ.કે. જાડેજાએ કહ્યું કે બધાની ઇચ્છા છે કે મેરજાને ફરી ચૂંટણી લડાવવા જોઇએ અને આ અંગે આખરી નિર્ણય મોવડી મંડળ લેશે.

આ સમાચારને શેર કરો