જૂનમાં બનેલા વીજળી બીલમાં રાહતની રકમ હવે પછીના બીલમાં બાદ અપાશે
રાજકોટ : ગુજરાતમાં લોકડાઉન સમયે રાજ્ય સરકાર દ્વારા વીજબીલમાં 200 યુનિટ સુધીના વપરાશકારને જે 100 યુનિટની માફી આપવામાં આવી છે અને તેની રકમ રૂા. 650 કરોડ થશે તેવું જણાવતા ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે હાલ લોકોને ઉંચા બીલ મળી રહ્યા છે તે અંગેની ફરિયાદના જવાબમાં કહ્યું કે લોકડાઉનના કારણે જે બીલીંગ બંધ રહ્યું હતું તેના કારણે એકીસાથે બીલ બન્યા છે.
થોડા ઉંચા બીલ હશે પરંતુ વધુ પડતા ઉંચા બીલ હોયતો તે રજૂઆત કરી શકેછે અને જે કાંઇ હશે તે યોગ્ય કરવામાં આવશે. હાલની બીલીંગ સિસ્ટમ અંગે પટેલે કહ્યું તા. 27 જૂન પહેલા જે બીલ બન્યા છે તેમાં 100 યુનિટની રાહતનો સમાવેશ કરાયો નથી પરંતુ આ ગ્રાહકોને જે હવે બીલ મળશે તેમાં 100 યુનિટની રાહતની રકમ બાદ મળશે.
તેઓએ કહ્યું કે આ માટે દરેક વીજ કંપનીને સૂચના આપી દેવામાં આવી છે. અને માસિક 200 યુનિટ કરતાં ઓછા વપરાશ કરતાં ગ્રાહકોને તેમના બીલમાં 100 યુનિટની રકમ બાદ અપાશે.