Placeholder canvas

જિલ્લા કક્ષાની ‘વકૃત્વ સ્પર્ધા’માં બીજો નંબર મેળવતી વઘાસિયા શાળાની વિદ્યાર્થીની મેહવિસ માથકિયા…

વાંકાનેર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-2022નું આયોજન તાજેતરમાં વાંકાનેરમાં ગાયત્રી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.

આ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2022માં વકૃત્વ સ્પર્ધા વિભાગમાં “મારી માતૃભાષા, મારું મન” વિષય પર વઘાસિયા પ્રાથમિક શાળાની ધોરણ 2 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અને રાણેકપર ગામના રહેવાસી અને વાંકાનેર મામલતદાર ઓફિસમાં સર્વિસ કરતા ફિરોભાઈ માથકિયા અને વઘાસીયા પ્રાથમિક શાળામાં શિક્ષીકા તરીકે સર્વિસ કરતા આયશાબાનું માથકિયાની પુત્રી માથકિયા મેહવિસ ફિરોજભાઈએ પોતાનું વક્તવ્ય આપી અને મોરબી જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાના વિભાગ ‘અ’ માં સમગ્ર જિલ્લામાં બીજો નંબર મેળવીને વઘાસિયા પ્રાથમિક શાળા, તેમના રાણેકપર ગામ, મોમીન સમાજ અને સમગ્ર વાંકાનેર તાલુકાનું ગૌરવ વધારેલ છે. મેહવિસને ખુબ ખુબ અભિનંદન….

તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ સમાચારને શેર કરો