Placeholder canvas

ત્રંબા ગામે વિચરતી જાતિના વાંસફોડા સમુદાયનું પ્રથમવાર સંમેલન યોજાશે.

ત્રંબા ગામે વિચરતી જાતિના વાંસફોડા સમુદાયમાં પ્રથમવાર સંમેલન થવાનું છે તો સૌ વાંઝા વાંસફોડા સમાજે મોટી બહોળી સંખ્યામાં હાજર રહીને આ સંમેલન કરવા વિચાર કર્યો છે.

આ સમુદાયના લોકોને પોતાના હક અધિકારી શું છે એની બિલકુલ સમજણ નથી અને પોતાના હક અધિકારી મેળવવા રજુઆત કરતા કે બોલવાની આવડત પણ નથી. પરંતુ અન્ય સમાજના લોકોને ભેગા થતાં જોઈને આવો વિચાર આવ્યો. રાજકોટ vssm સંસ્થાના કાર્યાલય પર સમાજના ભાઈઓ બહેનો સાથે મળીને સંમેલન માટેની માહિતી માટે આવ્યા અને માર્ગદર્શન આપ્યા પછી વાંસફોડા સમાજ માટે પ્રથમ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું.

આખા ગુજરાતમાં વિચરતી વિમુક્ત 40 જાતિઓ માટે વિચરતા સમુદાય સમર્થન મંચ vssm સંસ્થા દ્વારા એમના હક અધિકારકાર માટેની કામગીરી કરવામાં આવે છે એટલે મુખ્ય અતિથિ તરીકે મિત્તલબેન પટેલ અને કનુભાઈ બજાણીયા ને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિચરતા સમુદાય સમર્થન મંચ Vssm સંસ્થાના કાર્યકર કનુભાઈ બજાણીયા અને વાંસફોડા સમાજના આગેવાન પ્રતાપભાઈ કાનાણી બલ્લુભાઈ કાનાણી એ આ કાર્યક્રમની જહેમત ઉઠાવી રહ્યા છે. આગામી તારીખ 14/10/2022ને શુક્રવારે સવારે 10:00 કલાકે કસ્તુરબા ધામ, ત્રાંબા, રાજકોટ ખાતે આ સંમેલન યોજાશે.

આ સમાચારને શેર કરો