Placeholder canvas

વાંકાનેર: અમરસર ચેક પોસ્ટ પાસે હથિયાર સાથે યુવક ઝડપાયો

વાંકાનેર: હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ કાર્યરત છે ત્યારે અમરસર ચેક પોસ્ટ પાસે હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરતો એક યુવક ઝડપાયો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસની ટીમ અમરસર ચેક પોસ્ટ પાસે પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી રાયમલભાઇ પરસોતમભાઇ શીયાળ તેના હવાલાવાળી રૂ. ૨ લાખની સ્વીફટ ગાડી રજી નં- જીજે-૦૩-એફડી-૭૦૫૭ નીકળતા પોલીસે તેને અટકાવ્યો હતો અને કારની તલાશી લીધી હતી. જ્યાં આરોપીના કબ્જામાંથી હથીયાર તરીકે ઉપયોગ કરી શકાય તેવી અગીયાર ઈંચની એક બાજુ ધાર વાળી સ્ટીલના હાથા વાળી છરી મળી આવી હતી. જેથી પોલીસે તેની અટકાયત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો