Placeholder canvas

વાંકાનેર તાલુકાની સગીરાને સાથે મજૂરી કરનાર મધ્યપ્રદેશનો વિકાસ ઉઠાવી ગયો.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને મધ્યપ્રદેશના શિવપુરી ગામનો વતની વિકાસ રવીન્દ્રકુમાર નામનો શખ્સ લગ્ન કરવાની લાલચે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી વિકાસ રવીન્દ્રકુમાર વિરુદ્ધ અપહરણ, પોક્સો સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે, નોંધનીય છે કે, અપહરણ કરી જનાર આરોપી અને સગીરા સાથે મજૂરી કામ કરતા હોય બન્ને પરિચયમાં આવ્યા બાદ આરોપીએ અપહરણને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

આ સમાચારને શેર કરો