skip to content

ગુજરાત અને રાજસ્થાનમાં 22-26 ફેબ્રુઆરીએ માવઠાંની શકયતા, ઉનાળો આકરો રહેવાનાં એંધાણ…

તારીખ 22-26 ફેબ્રુઆરી દરમિયાન માવઠાંની શક્યતા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. 26 એપ્રિલથી 45 ડીગ્રી પર તાપમાન રહેવાની શક્યતા છે. ગરમ પવન વધવાની પણ શક્યતા છે, પરંતુ જો તમે વિચારતા હશો કે હવે ઉનાળો સારો જાય તો સારું, તો તમે ખોટા છો, કારણ કે આ વર્ષે ઉનાળો આકરો બની રહેવાની શક્યતા છે.

હવામાન-નિષ્ણાત અંબાલાલ પટેલે આ કડકડતી ઠંડી બાદ હવે ઉનાળાની પણ આગાહી કરી છે. તેમણે આગાહી કરી છે કે 2023નો ઉનાળો આકરો બની રહેશે. એની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે. આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 19/20 ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે. મહત્તમ તાપમાન એ સમયે 37 ડીગ્રી રહેવાની શક્યતા છે.

આ સમાચારને શેર કરો