Placeholder canvas

વાંકાનેર: શાહબાવાની દરગાહની મસ્જીદના પંખાની ચોરી, સરફરાજ ભંગારના ડેલે વેચી આવ્યો..!!

વાંકાનેરમાં શાહબાવાની દરગાહમાં રાખેલા રૂપિયા ૭૦૦૦ની કિંમત ના કુલ 8 પંખાની ચોરી કરી હતી. સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોધાઇ છે.

વાંકાનેરના લક્ષ્મીપરામાં રહેતા મહમદભાઈ રહેમાનભાઈ રાઠોડે આરોપી સરફરાજ હુશેનભાઇ ફકીર વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૬ માર્ચના રોજ બપોરના સમયે દરગાહ ટ્રસ્ટના એક કમિટી સભ્યો દ્વારા તેમને જાણ કરવામાં આવી હતી કે વાંકાનેર જિનપરા જકાતનાકા રેલવે પુલની બાજુમાં આવેલ ભંગારના ડેલે કોઈ દરગાહનો એક પંખો વેચવા આવ્યો હતો. જે બાદ સર્વે ટ્રસ્ટીઓ ભંગારના ડેલામાં પહોચ્યા હતા અને ત્યાં લાગેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા સરફરાજ ચોરી કરેલા પંખાને ભંગારના ડેલામાં વેચતો હોય તે સામે આવ્યું હતું.

જે બાદ ટ્રસ્ટીઓ દ્વારા શાહબાવાની દરગાહ  તથા મસ્જિદમાં તપાસ કરતા ઇબાદત ખાનામા મસ્જીદના સમારકામ દરમ્યાન રાખેલ મીનારા મસ્જીદના મોટા ટેબલ પંખા એકની કિમત રૂપિયા ૧૨૫૦ લેખે ચાર પંખાની કિમત  રૂપિયા ૫૦૦૦ તથા શાહબાવાની દરગાહના પંખા જે ઇબાદત ખાનામાં રાખેલ તે એક પંખાની કિમત રૂપિયા  ૫૦૦ લેખે ચારપંખાની કિમત રૂપિયા ૨૦૦૦એમ કુલ નાના મોટા જુદી-જુદી કંપનીના કુલ પંખા નંગ-૮ કુલ કિમત રૂપિયા ૭૦૦૦ના પંખા ગાયબ હતા. જેથી તેની ચોરી સરફરાજ દ્વારા કરી હોવાનું સામે આવ્યું હતું.જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા પોલીસે આરોપી સરફરાજને પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે.

આ સમાચારને શેર કરો