Placeholder canvas

ગુજરાતમાં હિટવેવની આગાહીને લઈને શિક્ષણ વિભાગે શાળાઓને શુ આદેશ કર્યા? જાણો.

રાજ્યમા હિટેવેવને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે રાજ્યમાં શિક્ષણ વિભાગ પણ એલર્ટ થયું છે. હિટવેવને લઈને શિક્ષણ વિભાગે એક મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં શાળાનો સમય સુનિશ્ચિત કરવા, તાસ દરમિયાન પાણી પીવાની છુટ આપવા જેવા વિવિધ સુચનાઓ આપી છે.

વિદ્યાર્થીઓની સલમતીમાં પગલા લેવા પરિપત્રમાં જણાવ્યું છે કે, વર્ષ દરમિયાન ત્રણ ઋતુઓનો અનુભવ કરીએ છીએ. પરંતુ ઉનાળામાં એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો પારો પીક પર હોય છે. આવા સંજોગોમાં વાતાવરણની સાથે શરીરની ગરમી પણ વધવા લાગે છે જેના કારણે ડીહાઇડ્રેશન અને લૂ લાગવાની સંભાવના વધી જાય છે. જેથી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ઉનાળાની ગરમીમાં સલામતી માટે પગલા લેવા. ગુજરાતની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નોંધ લેવા પણ જણાવાયું છે

શાળાઓને શુ સૂચના આપી ?
1. બપોર સમયના પીકહીટથી બચવા માટે શાળાનો સમય પુનઃસુનિશ્વિત કરવા.
2. તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પીવાના પાણીની પરબની વ્યવસ્થા કરવી.
3. રમત-ગમતની/આઉટડોરની પ્રવૃતિઓ ટાળવી.
4. શાળા પરિસરમાં છાયાદાર વૃક્ષોના વૃક્ષારોપણ પ્રવૃત્તિમાં વધારો કરવો.
5. શાળા તાસ દરમિયાન બાળકોને પાણી પીવાની છુટ આપવી.

હિટવેવની આગાહી
આગામી ચાર દિવસ માટે રાજ્યનાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ તા. 25 સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં હિટવેવની ચેતવણી આપવામાં આવી છે. તેમજ બે દિવસ બાદ કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું હતું કે, દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ગરમી તેમજ ભેજવાળું વાતાવરણ રહેશે. તેમજ આ વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે. રાજ્યનાં અમુક જીલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેનાથી આજુબાજુનાં ગામડાઓમાં પણ હીટવેવની અસર જોવા મળી શકે છે.

આ સમાચારને શેર કરો