Placeholder canvas

રાજ્યમાં ધુળેટીના દિવસે ડૂબી જવાની 8 ઘટનામાં 13 લોકોના મોત

ગુજરાત માટે ધુળેટીનો તહેવાર ભારે રહ્યો છે. ધુળેટીના પર્વ વચ્ચે રાજ્યમાં ડૂબી જવાની 8 ઘટનામાં 13 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં ડૂબી જવાની કુલ આઠ ઘટનાઓ સામે આવી હતી. જેમાં 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભાવનગર, ખેડા, કલોલ, બનાસકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને આણંદમાં ડૂબી જવાના બનાવ્યો સામે આવ્યા છે.

ગુજરાત ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ એકબીજાને રંગો ઉડાવી આ રંગના પર્વની ઉજવણી કરી હતી. રંગોના તહેવાર બાદ કેટલાક લોકો નદી કે તળાવમાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન રાજ્યમાં ડૂબી જવાની કુલ 8 ઘટનાઓ સામે આવી છે. આ દરમિયાન 13 લોકોના મોત થયા છે.

રાજ્યમાં ડૂબી જવાની 8 ઘટનામાં 13નાં મોત

ભાવનગરમાં ચેકડેમમાં ડૂબી જતાં 3 યુવાનનાં મોત
ખેડાના વડતાલમાં તળાવમાં ડૂબતાં 3નાં મોત
કલોલના રાચરડા પાસે 5 લોકો કેનાલમાં ડૂબ્યા, 2નાં મોત
બનાસકાંઠાઃ બાલારામ નદીમાં ડૂબતાં 2નાં મોત
મહીસાગરઃ વીરપુરમાં તળાવમાં ડૂબતાં એકનું મોત
ગાંધીનગરના અંબોડ પાસે નદીમાં 3 લોકો ડૂબ્યા, 1 મોત
આણંદના સામરખા પાસે કેનાલમાં ડૂબતાં યુવકનું મોત

આ સમાચારને શેર કરો