Placeholder canvas

યુવા સેવાભાવી અગ્રણી મિતલ ખેતાણીના સુપુત્ર માનસ ખેતાણીનું ‘ગૌ ટેક–2023’ માં સન્માન

જીવદયા,માનવતા પ્રવૃતિઓ સાથે સતત કાર્યશિલ માનસ

જાહેર જીવનના વરિષ્ઠ, સહકારી અગ્રણી સ્વ.નરોતમભાઈ ખેતાણી તેમજ ગં.સ્વ.હરદેવીબેન ખેતાણીનાં પૌત્ર, યુવા સેવાભાવી અગ્રણી અને ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં મીડિયા ટીમનાં મેમ્બર તેમજ ભારત સરકારના પશુપાલન મંત્રાલયના માનદ સલાહકાર સમિતિના સદસ્ય, ગુજરાત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડ નાં સભ્ય મિતલ ખેતાણી અને ડિમ્પલ ખેતાણી અનેકવિધ સત્કાર્યો, જીવદયા પ્રવૃતીઓ સતત કરતા રહે છે.

નજીકના વિસ્તારોમાં માનસ પોતે પોતાની બાલ મંડળી સાથે પક્ષીઓને ચણ, કીડીઓને કીડીયારું, કુતરાઓને દુધ-રોટલી, ગાયોને ઘાસ તેમજ આસપાસનાં વિવિધ ઘરોમાં ચકલાંનાં માળા–બર્ડ ફીડર લગાડી, પક્ષીઓનાં રામ પાતર મૂકી, ગૌમાતાની પાણી પીવાની કુંડીઓ મૂકે છે. દરેક જન્મ દિવસ નિમિત્તે ઉંમરો, પીપળો જેવાં પક્ષી, પર્યાવરણને ફાયદાકારક, માનવતાને ઉપયોગી ઓકિસજન વર્ધક પોતાની ઉંમર જેટલા વૃક્ષોનું વાવેતર કરી જન્મદિનની સેવામય ઉજવણી કરે છે. આ ઉપરાંત રેસકોર્સ ખાતે યોજાયેલ ‘ગૌ ટેક – ૨૦૨૩’ માં પણ માનસ વહેલી સવારથી મોડી રાત સુધી પોતાની યથાયોગ્ય સેવાઓ આપી હતી. સેવાવ્રતી માનસ દ્વારા બાળપણથી કરવામાં આવતી સેવાઓને બિરદાવવા માટે ‘ગૌ ટેક – ૨૦૨૩’ તેના સમગ્ર સેવાકાર્યો બદલ માનસનું ગૌમાતાની પ્રતિમા અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ચિ. માનસને જાણીતા લોક કલાકારો બિહારભાઈ હેમુભાઈ ગઢવી, ધીરુભાઈ સરવૈયા, શાહબુદ્દીન રાઠોડ, હરેશદાન ગઢવી, શ્રીમતી રાધાબેન વ્યાસ તેમજ ગૌ ટેકનાં સ્વપ્નદ્રષ્ટા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઇ કથીરિયા, હંસરાજભાઈ ગજેરા, કલ્પકભાઈ મણીયાર, રાજુભાઈ ધ્રુવ, જ્યોતીન્દ્રભાઈ મહેતા, ચેતનભાઈ રામાણી સહિતનાં શ્રેષ્ઠીઓએ પણ માનસને આશિર્વાદ આપ્યા હતા. (માનસ મિતલ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯)

આ સમાચારને શેર કરો