Placeholder canvas

આમ આદમી પાર્ટીએ મામલતદાર/પ્રાંતઅધિકારીની કોર્ટના હુકમોના અમલવારી બાબતે પ્રાંતઅધિકારીને આવેદન આપ્યું

આજરોજ આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા પ્રાંત અધિકારીને વાંકાનેર મામલતદાર તથા પ્રાંતઅધિકારીની કોર્ટમાં ચાલી જતા કેશ ના હુકમો ના અમલવારી ન થવા બાબતે આવેદન આપવામાં આવ્યુ હતું. વાંકાનેર તાલુકામાં મામલતદાર તથા પ્રાંતઅધિકારીની કોર્ટ માં કેશ ચાલી ગયા બાદ જે હુકમ થાય છે તેની અમલવારી થતી નથી અને કબજેદાર નો કબજો યથાવત રાખે છે.

આ સાથે આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા ચંદ્રપુર ગામની ગેલેક્સી સ્કૂલ દ્વારા કરવામાં આવે દબાણ દૂર કરવાના ના હુકમની નકલ તથા દલડી ગામના દલડી થી શેખરડી રોડ પર જેનુલ ગુલામ અલી કાદરી દ્વારા કરવામાં આવેલ દબાણના દૂર કરવાના હુકમની નકલ આ સાથે જોડી પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. વાંકાનેર તાલુકામાં મામલતદાર તથા પ્રાંતઅધિકારીની કોર્ટમાં આવા હુકમો કેસ ચાલી જવાથી થતા હોય છે પરંતુ પાંચ પાંચ વર્ષ સુધી આવા હુકમોના અમલીકરણ થતું નથી.

ત્યારે આમ આદમી પાર્ટી ના તોફિક અમરેલીયા એ જણાવેલ કે ગેલેક્સિ સ્કૂલ દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરવાના હુકમ ને બે વર્ષથી વધુ જ્યારે દલડી જેનુલ ગુલામ અલી કાદરી દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરવાના હુકમ ને ચાર વર્ષ થી વધુ સમય થયો હોવા છતાં દબાણ દૂર થતું નથી. તેવોએ વધુમાં જણાવેલ કે વાંકાનેર માં જેટલા પણ લોકો આવી રીતે પીડિત હોઈ એ આમ આદમી પાર્ટી વાંકાનેર નો 90333 33786 પર સંપર્ક કરે

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/FQTfpgj5vPdLBPWtZn0YKh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો