Placeholder canvas

વાંકાનેર: આજે મામલતદાર કાનાણીએ ચિત્રખડા ગામની મુલાકાત લીધી.

મામલતદાર કાનાણીએ ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડની લિંકિંગ કામગીરી બાબતે ચિત્રખડા ગામની મુલાકાત લીધી સાથો સાથ પ્રાથમિક શાળામાં વિધાર્થીઓ માટે બનાવેલ મધ્યાહન ભોજન લઈને ચેક કર્યું હતું.

વાંકાનેર: હાલ ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની કામગીરી ચૂંટણી પંચના આદેશથી કરવામાં આવી રહી છે. આ કામગીરી નબળી હોવાના કારણે આજે મામલતદાર યુ.વી.કાનાણી, નાયબ મામલતદાર એસ.એ.ઝાલા નાયબ મામલતદાર જી.વી.મન્સૂરીએ ચિત્રખડા ગામની મુલાકાત લીધી હતી.

આ કામગીરી માટે જવાબદાર અધિકારી અને વ્યક્તિઓને જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ ગ્રામજનોને આ કામગીરી શા માટે કરવામાં આવે છે. ચૂંટણી કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાથી મતદાર યાદીમાં મતદારનું નામનું પરમાણિકરણ થઈ જશે…. વિગેરે માહિતી આપીને આ કામગીરીમાં ગ્રામજનોને સહકાર આપવા અપીલ કરી હતી.

આ સાથે ચિત્રખડા પ્રાથમિક શાળામાં મધ્યમ ભોજનની ગુણવત્તા ચકાસવા માટે મામલતદાર અને બંને નાયબ મામલતદારોએ શાળાના વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજનની ગુણવત્તા ચેક કરી હતી.

આ સમાચારને શેર કરો