મચ્છુ-૩ ડેમના ૭ દરવાજા ૮ ફૂટ ખોલાયા; કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ડેમની મુલાકાત લઈ આપ્યા જરૂરી આદેશો
મોરબી: જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની ભારે આવકને પગલે મચ્છુ-૩ ડેમના ૭ દરવાજા ૮ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી ૪૬,૮૭૩ ક્યુસેક પાણી નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે. જળાશયની સ્થિતિ અને જનસુરક્ષાની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે મચ્છુ-૩ ડેમની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સ્થળ પર ડેમની […]
