skip to content

લીંબડી: ડમ્પરે ટ્રેકટરને ઠોકર મારતા ટ્રેકટર પલટી મારી ગયું.

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની હારમાળાઓ દિન પ્રતિદિન વધતી જઈ રહી છે અને વાહનોના ચાલકો પણ બેફામ રીતે પોતાનું વાહન ચલાવી અને દિનપ્રતિદિન અકસ્માતો સર્જી રહ્યા છે અને લોકોની જાનની પરવા કર્યા વગર અકસ્માતો સર્જી અને પોતાનું વાહન છોડી અને ભાગી જવાના પણ અનેક બનાવો સામે આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામ ખાતે ડમ્પરનો ચાલક બેફામ બન્યો અને ટ્રેક્ટરના ચાલકને પાછળથી ધડાકાભેર અથડાવી અને ટ્રેકટરને પલટી મરાવી અને પોતાનું ડમ્પર મૂકી અને નાસી છૂટી હોવાનું જાણવા મળે છે ત્યારે આ ટેલર ટ્રેક્ટર પલટી મારી જતા તેમાં તેના ડાઇવર ને ઇજા થવા પામી છે

જીતેન્દ્રભાઈ ભરવાડ નામના ટ્રેક્ટરના ચાલકને ઈજા થઈ છે ત્યારે તાત્કાલિક અસરે તેને પ્રથમ લીંબડી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવેલ છે. લીમડી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે.

આ સમાચારને શેર કરો