આર.ટી.ઇ. હેઠળ પ્રવેશ પ્રક્રિયાની મુદતમાં વધારો કરવા માંગ

આર.ટી.ઇ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાનો કાલે છેલ્લો દિવસ…

આર.ટી.ઇ.માં પ્રવેશ પ્રક્રિયા ઓન લાઇન શરૂ છે. ઓન લાઇન અરજી માટે માત્ર ૧૧ દિવસ આપ્યા તે પુરતા નથી. આ ટુંકા ગાળામાં લાભાર્થીઓ ફોર્મ ભરી શકયા નથી. પ્રવેશ પ્રક્રિયાનો સમય વધુ દશ દિવસ લંબાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.


સામાન્ય રીતે સર્વર ધીમુ ચાલવું, અવાર નવાર પ્રોબ્લેમ, ઓે.ટી.પી. આવવામાં વાર લાગવી, ભાડા કરાર, નોધાયેલા ભાડા કારાર, મામલતદારે આપેલા ત્રણ વર્ષ માન્ય આવકના દાખલા ચાલતા નથી. નવા આવકના દાખલા કાઢવામાં સમય લાગે છે વગેરે જેવી અનેક સમશ્યાઓને લઇ ઘણા લોકો ફોર્મ ભરી શકયા ન હોય જેથી આવા જરૂરિયાત મંદ પરિવારોને અન્યાયની થાય તેવા હેતુથી સમય મર્યાદામાં વધારો કરી આપવા. અમુક સંસ્થા દ્વારા રજૂઆત કરી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
