Placeholder canvas

મહેન્દ્રનગર ગામે ગત રાત્રે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં સભા મળી…

મોરબીના મહેન્દ્રનગર ગામે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં સભા મળી હતી, ગ્રામજનોએ રૂપાલાની સાથે જ હોવાનું જાહેર પણ કર્યું છે.

તાજેતરમાં ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. રાજપૂત સમાજ દ્વારા અનેક શહેરોમાં તેમના વિરુદ્ધ આવેદનો અપાયા છે. તો બીજી તરફ મહિલા આગેવાને જૌહર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તેવામાં બીજી તરફ હવે પાટીદારો પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવી રહ્યા છે. રાજકોટમાં પાટીદાર સમાજના આગેવાનોએ પણ સક્રિય થઈ પરસોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે.

આ દરમિયાન મોરબીના મહેન્દ્રનગર ગામે ગત રાત્રે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં સભા મળી હતી. ગામના આગેવાન અલ્પેશભાઈ ઓડિયાએ જણાવ્યુ હતું કે ભાજપે પરસોત્તમ રૂપાલાને ટીકીટ આપી છે. તેઓએ જે ટિપ્પણી કરી હતી. તેને લઈને માફી પણ માંગી લીધી છે. જેને પગલે ગામના આગેવાનોએ તેમની ટીકીટ યથાવત રહેવી જોઈએ તેવું જણાવ્યું છે અને તેમને ગામનું સમર્થન છે સાથે તેઓને બહુમતીથી વિજયી બનાવવા કામે લાગી જવા જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો