Placeholder canvas

મદની સ્કૂલ સિંધાવદરમાં પ્રજાસ્તાક દિનની શાનદાર ઉજવણી…

વાંકાનેર આજ રોજ શાળાના પ્રગાંણમાં 75માં પ્રજાસત્તાક દિવસની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. મદની સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીની તથા વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પરાસરા સોહાનાબેન હુસેનભાઈ (B.Sc., B.ed.)ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
75 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં પિરામિડ, સ્વાગત ગીત, દેશભક્તિ ગીત, એકપાત્રીય અભિનય તથા નાટકો, વક્તવ્યો, ડાન્સ, ટીટોડો, વન મિનિટ રમત, ફેશન શો, સંગીત ખુરશી વગેરે જેવા કાર્યક્રમો શાળાના બાળકો એ સુંદર રીતે રજૂ કર્યા હતા. જેમાં ગામના આગેવાનો તથા જમાતના આગેવાનો અને વાલીઓએ તથા ગ્રામજનોએ અને શાળાના ભૂતપૂર્વક વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપીને કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હતો.
આ 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં એસ.એસ.સી. બોર્ડમાં તથા સિંધવદર કેન્દ્રમાં પ્રથમ દ્વિતીય તૃતીય નંબર અને શાળામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પર તેમજ શાળાના એલ.કે.જી.થી ધોરણ 9 અને 11માં શાળાની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ બાળકોને શાળા તરફથી પ્રોત્સાહનરૂપે શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેવો ગવર્મેન્ટ સર્વિસમાં તેમજ પોલીસ, શિક્ષક તથા વકીલ વગેરેને શાળા તરફથી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આજના પર્વ નીમિતે શાળાના પ્રિન્સિપાલ ઇરફાન સાહેબે પ્રસંગ અનુરૂપ પ્રવચન આપ્યુ હતું તેમણે તેમના પ્રવચનમાં આજના આધુનિક અને વૈજ્ઞાનિક યુગમાં બાળકોને ખૂબ જ શિક્ષણ આપવા ઉપર વિશેષ ભાર આપ્યો હતો.
આ સમાચારને શેર કરો