Placeholder canvas

સ્માર્ટ પ્રિ-પેઇડ વીજ મીટર લગાવવાનું શરૂ…

સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા સ્માર્ટ પ્રિ-પેઇડ મીટરો લગાડવાની શરૂઆત કરી દેવામાં આવી છે. હાલ પીપલોદ વિસ્તારથી શરૂ કરીને સમગ્ર શહેરમાં 40 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરાઈ રહી છે.

આ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા બાદ કોઇપણ પ્રકારની મીટર સંબંધિત સમસ્યા માટે લોકોએ ડીજીવીસીએલની ઓફિસે જવાની જરૂર રહેશે નહીં. મીટરની તમામ વિગતો મોબાઇલમાં જ મળી રહેશે અને મોબાઇલમાંથી જ ઓનલાઇન વપરાશ પ્રમાણે રિચાર્જ કરી શકાશે.કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોમાં હવે સ્માર્ટ પ્રિ-પેઇડ વીજ મીટર પ્રોજેકટ લગાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં સુરત ખાતેથી સ્માર્ટ ડિજિટલ મીટર લગાવવાની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે આ પ્રોજેક્ટમાં સુરતમાં DGVCL દ્વારા કુલ 2636.24 કરોડ ખર્ચ કરાશે. ઘર, સરકારી કચેરીઓ અને ટ્રાન્સફોર્મરમાં સહિત પહેલા ફેઝમાં 17.73 લાખ, બીજા ફેઝમાં 23.89 લાખ મીટરો મળી 40 લાખથી વધુ સ્માર્ટ મીટર મૂકવાની તૈયારી કરાઈ છે.

આ સમાચારને શેર કરો