Placeholder canvas

વાંકાનેરમાં અષાઢી બીજ નિમિત્તે આજે મચ્છુમાતાની રથયાત્રા નીકળી

વાંકાનેર: અષાઢી બીજ નિમિત્તે આજે મચ્છુ માતાની રથયાત્રા નીકળી હતી. જનતા કરફ્યુ વચ્ચે અને કોરોના ગાઈડલાઈન મુજબ મચ્છુ માતાની રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રામાં માત્ર આશરે ૧૫ વ્યક્તિઓને જોડાયા હતા. આ રથયાત્રામાં જોડાનારા તમામ વ્યક્તિઓએ આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ સાથે રાખવો જરૂરી હતો.

વાંકાનેરમાં અષાઢી બીજ નિમિત્તે આજે મચ્છુ માતાની રથયાત્રા નીકળી હતી. જનતા કરફ્યુ વચ્ચે અને કોરોના ગાઈડલાઈન મુજબ મચ્છુ માતાની રથયાત્રા નીકળી હતી. જોકે રથયાત્રાના રૂટમા ગ્રીન ચોકથી શરૂ થયેલી આ રથયાત્રા નેશનલ હાઇવે સુધી રથ અને પગપાળા ચાલી હતી જ્યારે હાઇવેથી રથ અને અન્ય વાહનમાં બેસીને મીલપ્લોટ પહોંચીયા હતા આમ લગભગ એક દોઢ કલાકમાં રથયાત્રાનું સમાપન કરાયું હતું.

આ રથયાત્રાને કારણે આજે સવારે 9 વાગ્યાથી જ ગ્રીનચોક, એસપી પણ ચોક, લીમડાચોક, જીનપરા ચોક અને નેશનલ હાઈવે જકાતનાકા પાસે પોલીસ દ્વારા રસ્તા બ્લોક કરી દેવાયા હતા. જેના કારણે શહેરમાં આવનાર અને શહેરમાંથી બહાર જનાર લકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વાંકાનેર શહેર નાં માર્કેટ ચોકથી હાઇવે જવાનો અને હાઈવેથી માર્કેટચોક જવાના મુખ્ય રસ્તાઓ બંધ થઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે જીનપરા અને આશિયાના જેવા રહેણાક વિસ્તારમાં ટ્રાફિક ફંટાય હતો અને ત્યાં ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

રૂટ નક્કી કરવામાં તંત્ર થાપ ખાઈ ગયું
આજની આ રથયાત્રાનો રૂટ નક્કી કરાયો તે ભૂલ ભરેલો હતો, કેમ કે ગ્રીનચોકથી સીટી સ્ટેશન રોડ પર હાઈવે જવાનો રૂટ પસંદ કરાયો હોત તો લોકોને પડેલી મુશ્કેલી નિવારી શકાઈ હોત, પણ આ લોકોની મુશ્કેલી નિવારણ સાથેનો રૂટ પસંદ કરવામાં તંત્ર કયાંકને કયાંક થાપ ખાઈ ગયું હતું. આ ઉપરાંત રથયાત્રાની શરૂઆત 12 વાગ્યે થવાની હતી તો સવારે 9:00 વાગ્યાથી તમામ રસ્તા બ્લોક કર્યા જેના કારણે પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

જોકે આ સાથે પોલીસ તંત્ર પણ આ રથયાત્રા ઝડપથી શાંત રીતે પૂર્ણ થાય તેવા પ્રયત્નો કરતું હતું અને ઝડપથી બ્લોક કરેલા રસ્તાઓ ખોલવા માટે પ્રયત્નશીલ જણાતું હતું. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે 15 વ્યક્તિની આ રથયાત્રા માટે દોઢસો જેટલા પોલીસ અને વહીવટી સ્ટાફ કામે લાગ્યું હતું. વાંકાનેર પાસે પૂરતો પોલીસ સ્ટાફ ન હોવાના કારણે મોરબીથી વધારાનો પોલીસ સ્ટાફ બોલાવવામાં આવ્યો હતો. આમ આખરે આજની મચ્છુ માતાની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.

આ સમાચારને શેર કરો