Placeholder canvas

વાંકાનેર: ઘાસની આડમાં સંતાડી લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો

By રિપોર્ટ શાહરૂખ ચૌહાણ
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીકથી નાની માલ વાહન ગાડીમાં લીલા ઘાસની આડમાં સંતાડીને લઇ જવામાં આવતો દારૂનો જથ્થો મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના જયેશભાઈ વાઘેલા તથા વિક્રમભાઈ ફૂગસીયાને બાતમી મળેલ કે ચોટીલા તરફથી એક નંબર વગરની અશોક લેલનની નાની માલવાહક ગાડીમાં લીલા ઘાસની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને હેરાફેરી કરી વઘાસીયા ટોલનાકા તરફ આવનાર હોવાની બાતમીના આધારે પોલીસ સ્ટાફે વોચ ગોઠવતા નાની માલવહન ગાડી નીકળતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૮૭૬ કીમત રૂ. ૧,૩૮,૦૦૦, મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૫૦૦૦ અને ગાડી કીમત રૂ.૧,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ,૨,૪૩,૦૦૦ સાથે આરોપી ઇમરાન ઉફે ભાઈજાન રજાકભાઈ મેમણ રહે-ચોટીલા વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પી આઈ, વી બી જાડેજા, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયેશભાઈ વાઘેલા, વિક્રમભાઈ ફૂંગસીયા, નિર્મળસિંહ જાડેજા અને બ્રિજેશભાઈ કાસુન્દ્રા સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

આ સમાચારને શેર કરો