Placeholder canvas

વાંકાનેર: મચ્છુ-૧ ડેમ જળ સપાટી 47.13 ફૂટે પહોંચી.

વાંકાનેર: મચ્છુ ૧ ડેમ છલકાવવાને માત્ર હવે પોણા બે ફૂટ જેટલું છેટુ છે, એટલે કે હાલમાં મચ્છુ ૧ ડેમની જળ સપાટી 47.13 પહોંચી ગઈ છે. હવે મચ્છુ ૧ ડેમ 1.87 ફૂટ ખાલી છે.

છેલ્લા બે ત્રણ દિવસથી જુનાગઢ પંથકમાં ભારે વરસાદ પડયા બાદ મચ્છુ ૧ ડેમના ઉપરવાસના ભાગમાં આજે સારો વરસાદ થતા જળસપાટી ઊંચકાઈ છે. અને હાલમાં પાણીની આવક 9747 ક્યુસેકની છે.

આગાહી મુજબ આજે મચ્છુ ૧ ડેમની સાઈટ પર અને ઉપરવાસમાં વરસાદ પડવાની શક્યતાઓ છે, જો સારો વરસાદ પડશે તો મચ્છુ ૧ ડેમની જળ સપાટી ઝડપથી ઉંચકાઈ શકે અને ગમે ત્યારે ઓવરફલો થઈ શકે છે.

કપ્તાન ન્યુઝના વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

https://chat.whatsapp.com/CpFZ20fOGklDV8JbLBHn3b

આ સમાચારને શેર કરો

આ સમાચારને શેર કરો