Placeholder canvas

આજે અને આવતી કાલે ભારેથી અતિભારે વરસાદ…

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.રાજકોટ શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે અને આવતી કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. .

ઉપરાંત રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સાથે જ નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, સોમનાથ,વડોદરામાં ઓરેન્જ અલર્ટ તો અમદાવાદ, ગાંધીનગર, નવસારી, વલસાડમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.આગાહીને પગલે 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ છે.બે દિવસ બાદ વરસાદનું જોર ઘટવાની સંભાવના છે.

આ સમાચારને શેર કરો