skip to content

રાજકોટમાં યુવતી પર પ્રેમીનું દુષ્કર્મ : વિડીયો વાયરલ કરવાની ધમકી

રાજકોટ: શહેરમાં રહેતી 21વર્ષીય યુવતીએ અગાઉ જેની સાથે પ્રેમ કરતી હતી તે શખ્સ સામે વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, લગ્નની લાલચ આપી પ્રેમીએ વારંવાર શરીર સબંધ બાંધી બાદમાં લગ્ન કરવાની ના કહી દીધી હતી. જેથી યુવતીએ સબંધ તોડી નાંખ્યો હતો.

બાદમાં આ શખ્સે યુવતીની જાણ બહાર ઉતરેલી તેની વાંધાજનક ક્લિપિંગ તેમજ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.પરંતુ યુવતીએ તેમ છતાં કોઈ પ્રતિ ઉત્તર ન આપતા આ શખ્સે તેણીના ભાઈના મોબાઈલ ફોન પર આ ફોટો અને વીડિયો વોટ્સએપ કર્યા હતા. બાદમાં યુવતીએ આ અંગે પ્રહલાદ નગર પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે દુષ્કર્મ તેમજ આઈ.ટી એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.તેમજ આરોપીને સકંજામાં લઇ લીધો હોવાનું જાણવા મળ્યું છે.

દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમા રહેતી 21 વર્ષીય યુવતીએ પ્રહલાદ નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભીલવાસ પાસે ઠક્કકર બાપા છાત્રાલય નજીકના વિસ્તારમાં રહેતા મયુર ગોરધન ઘાવરીનું નામ આપ્યું છે.ફરિયાદમાં યુવતીએ વર્ણવેલી હકીકત મુજબ આશરે સાત- આઠ વર્ષ પૂર્વે બહેનના લગ્ન સમયે તેનો પરિચય મયુર સાથે થયો હતો.આ પછી બંને મોબાઈલમા વાતચીત કરતા હતા.બાદમાં પ્રેમ સંબંધ બંધાયો હતો.અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.પરિવારની જાણ બહાર બંને મળતા હતા.

દોઢ વર્ષ પૂર્વે સાતમ આઠમના તહેવાર સમયે મયુરે તેને ફોન કરી ઘરે બોલાવી હતી.તે સમયે ઘરે કોઈ ન હોઈ આપણે થોડા સમય પછી લગ્ન કરી લેવાના છીએ તેમ કહી તેની સાથે શરીર સબંધ બાંધ્યો હતો.તેમજ યુવતીની જાણ બહાર તેની સાથે શરીર સબંધ બાંધતા સમયનું શૂટિંગ તેમજ ફોટા મોબાઈલમાં લઇ લીધા હતા.

બાદમાં આશરે સવા મહિના પૂર્વે મયુરે ફોન કરી ઘરની પાછળની શેરીમાં મળવા બોલાવી હતી.અને ત્યાંથી તેને એક્ટિવામા જુના બસ્ટેન્ડ પાસે આવેલી ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો.અહીં પણ તેણે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન યુવતીએ લગ્ન કરવાની વાત કરતા મયુરે પોતાનો અસલ ચેહરો દેખાડી કહ્યું હતું કે, મારી સાથે લગ્ન કરવાની વાત કરીશ તો તારા વિડિઓ અને ફોટા વાઈરલ કરી દઈશ. તેમ કહી પોતાનો મોબાઈલમા તેણે યુવતીની જાણ બહાર ઉતરેલ વિડિઓ અને ફોટા દેખાડતા યુવતી ચોંકી ઉઠી હતી અને યુવતીને ધમકી આપી હતી કે જ્યારે હું બોલાવું ત્યારે તારે આવું પડશે.

આ બન્યા બાદ યુવતીએ મયુરના ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું હતું. વારંવારના ફોન બાદ પણ યુવતી તેનો કોલ રિસીવ ન કરતા મયુર ઉશ્કેરાયો હતો. ગત.તા 1/1/2020 ના યુવતીના નાના ભાઇના મોબાઈલ ફોન પર વોટ્સએપ પર વાંધાજનક ફોટો મોકલ્યા હતા. બાદમાં યુવતીના પરિવારને જાણ થઈ હતી. બાદમા યુવતીની ફરિયાદ પરથી પોલીસે મયુર ઘાવરી સામે બળાત્કાર તેમજ આઈ.ટી એકટ હેઠળ ગુનો નોંધી તેને સંકજામાં લઇ લીધો હોવાનું માલુમ પડ્યું છે.બનાવની વધુ તપાસ પી.એસ.આઈ આર.એ.કપાસી ચલાવી રહ્યા છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો