વાંકાનેર: ભાયાતી જાંબુડીયામાં ચાર દિવસ પહેલા દાઝેલી ચાર વર્ષની બાળકીનું મોત
વાંકાનેર તાલુકાના ભાયાતિજાંબુડિયા ગામની સીમમાં ટપુભાની વાડીએ રહીને ખેત મજૂરી કરતા મજૂરની ચાર વર્ષની દીકરી ચાર દિવસ પહેલાં ગરમ પાણીનું તપેલું માથે પડવાથી દાઝી ગઈ હતી જેથી તેનું રાજકોટ ખાતે મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ભાયાતિજાંબુડિયા ગામે સીમમાં આવેલ ટીકુભાની વાડીએ રહેતા ભીમાભાઇ રાઠવાની ચાર વર્ષની દીકરી ગુંગીબેન ચુલા ઉપર મુકેલી તપેલીનું ગરમ પાણી માથે પડતાં તે દાઝી ગઈ હતી જેથી તેને પ્રથમ વાંકાનેર અને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવી હતી. રાજકોટ સારવાર દરમિયાન આ બાળકીનું મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતના આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.