Placeholder canvas

વાતાવરણ પલટો: સૌરાષ્ટ્ર-કચ્છ અને દ્વારકામાં વરસાદી ઝાપટું

ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડવાની પણ શક્યતા છે. ત્યારે ગઇ કાલે મોડી રાતે દ્વારકા અને કચ્છમાં હળવો વરસાદ પડ્યો હતો. નોંધનીય છે કે, અફઘાનિસ્તાનમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન તરફ આગળ વધતાં સોમવારે અમદાવાદ ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટાથી લઇને માવઠું થવાની શક્યતાઓ છે. આ સાથે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન તરફ આગળ વધતાં આજે અમદાવાદ સાથે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની વકી છે. આજે વહેલી સવારે વાંકાનેર તાલુકાના અમુક ગામડાઓમાં વરસાદના કોક કોક છાંટા પડયા હોવાના સમાચાર મળી રહ્યા છે….

આ સમાચારને શેર કરો