Placeholder canvas

ટંકારા પંથકના ગામોમાં કમોસમી વાતાવરણથી રવિપાકને વ્યાપક નુકશાનીની દહેશત

✍🏼By રમેશ ઠાકોર -હડમતીયા

ખેડુતોને ચોમાસામાં અતિવૃષ્ટીની કળ નથી વળી ત્યાં શિયાળુ રવિપાક જેવા કે ઘઉં, ચણા, જુરુ જેવા અન્ય પાકોમાં પણ કમોસમી વાતાવરણ અને પવનની તીવ્રગતિથી તેૈયાર થયેલ પાકનો સોથ વળી જતા ખેડુતોના મુખે આવેલ કોળીયો છીનવાય જાય તેવી સ્થિતી ઉભી થઈ છે.

ટંકારા પંથકના હડમતિયા, લજાઈ, નશીતપર, ઘ્રૃવનગર, સજજનપર, વિરપર, ટંકારા જેવા અનેક ગામોમાં ચોમાસાએ ભરપુર તારાજી સર્જી હતી અને જગતના તાતને નુકશાની ભોગવવાનો વારો આવ્યો હતો. હજુ જગતનો તાત માંડ આવી પરિસ્થિતીમાંથી બહાર આવ્યો છે. ત્યાં શિયાળુ રવિપાક જેવા કે ઘઉં,ચણા, જીરુ જેવા અનેક પાકોમા કુદરતીં કમોસમી વાતાવરણ વિઘ્ન બનીને જીરુ જેવા પાકમાં સુકારો, કારીયા જેવા રોગો એટેક કરતા રહે છે અને ઘઉં જેવા પાકમાં વાતાવરણના પલ્ટાથી વંટોળ તેમજ અતી તીવ્ર ગતીથી ફુંકાતા પવનથી ખેડુતોને મળતા સિંચાઈના પાણી પાઈ પણ નથી શક્તા એટલે કે આપણી ગુજરાતી કહેવત અનુશાર “સાપે છછુંદર ગળ્યા” જેવી હાલતમાં મુકાઈ ગયા છે.

છેલ્લા બે દિવસથી કમોસમી વાતાવરણના વાદળા અને તીવ્ર પવનથી પીધેલા ઘઉં અને ન પીધેલા બંને સોથ વળી ગયાના પંથકમા વાવડ મળી રહેલ છે. ત્યારે આગામી દિવસોમા પણ આવું જ વાતાવરણ જોવા મળશે તો પડ્યા પર પાટું જેવી ખેડુતોની દુંર્દશા થશે તે નક્કી છે. ચોમાસામાં નિક્ષ્ફળ નિવડેલ પાકનું પ્રિમિયમ ભર્યું હોવા છતા આજસુધી ખેડુતોને વળતર પેટે ફુટી કોડી પણ મળેલ નથી ત્યાં ફરી પાછી આ પંથકના ખેડુતો પર કપરી પરિસ્થિતીના મંડાણ થઈ રહ્યા છે ત્યારે આ બાબતે રાજય સરકાર વિમા કંપનીઓને વળતર ચુંકવવા આદેશ જારી કરવા જોઈએ અન્યથા જેમ ખેડુતોને નુકશાની ભોગવવાનો સમય આવ્યો તેમ આગામી ઈલેકશનમાં શાસકપક્ષને નુકશાની વેઠવાનો સમય આવશે તેવું જગતના તાતની નારાજગીથી ગણગણાટ શરુ થઈ રહ્યો છે.

આ સમાચારને શેર કરો