વાંકાનેર: હઝરત શાહબાવાની દરગાહ ખાતે ખ્વાજા ગરીબ નવાજની ચાદર મુબારક ચડાવાય
શાહબાવાની દરગાહે ચાદર મુબારક ચડાવિને કોરોનો વાયરસથી સલામતિ અને વાંકાનેરની અમન-શાંતિ માટે ખાસ દુવા કરવામાં આવી…
વાંકાનેરનાં શહેનશાહ હઝરત શાહ બાવાની દરગાહ ખાતે ખ્વાજા ગરીબ નવાજ અજમેરથી ઉર્ષ દરમિયાન ચાદર મુબારક લાવવામાં આવેલ જે ચાદર આજે જુમ્માની નમાજ બાદ શાહબાવાની તુરબત મુબારક ઉપર ચડાવવામાં આવી હતી.
તાજેતરમાં ખ્વાજા ગરીબ નવાજનો ઉર્ષ મુબારક દરમિયાન ત્યાંથી પત્રકાર મહમદભાઈ રાઠોડ ચાદર લઈને આવેલ હોય એ જ ચાદર મુબારક વાંકાનેરના શહેનશાહ શાહ બાવા સરકાર પર જુમ્માની નમાજ પઢ્યા બાદ મિરસાહેબ પિરઝાદા (મીરસાબાવા) ના હસ્તે ચડાવવામાં આવી હતી. ત્યારે પ્રાંત અધિકારી એન. એફ. વસાવા, તાલુકા પંચાયતના માજી પ્રમુખ ગુલમંહમદભાઈ બ્લોચ, ઝાકીર બ્લોચ નગરપાલિકા કાઉન્સિલર વાંકાનેર. પત્રકાર મંહમદભાઇ રાઠોડ અને અન્ય સામાજીક આગેવાનો તેમજ હિન્દુ- મુસ્લિમભાઈઓએ હાજરી આપી હતી.
આ સમયે મિનારા મસ્જીદના ઇમામે સલામ પડી હતી અને મીરસાહેબ પિરઝાદાએ કોરોનો વાઇરસથી વાંકાનેર સલામત રહે અને અમન શાંતિ જળવાઈ રહે તે માટે દુઆ ગુજારી હતી.