Placeholder canvas

મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં તા. ૧૩મી મે એ લોક અદાલત

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે જીલ્લા ન્યાયાલય મોરબી અને તેના તાબા હેઠળ આવેલ વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા ખાતે તા. ૧૩-૦૫-૨૩ ના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે

જે લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો, ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશીયેબલ ઇન્સ્ત્રુંમેન્ટ એક્ટની કલમ ૧૩૮ ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસુલના કેસો, ભરણપોષણના કેસો, એલ.એ.આરના કેસો, હિંદુ લગ્નધારો, મજુર અદાલતના કેસો, ટ્રાફિક ઈ-ચલણને લગતા પ્રી-લીટીગેશનના કેસો, દીવાની દાવા જેવા કે ભાડાના, બેન્કના, વીજળી તથા પાણીના (ચોરી સિવાય) ના કેસો સમાધાન માટે મૂકી શકાશે

તેમજ સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક ઈ ચલણને લગતા કેસોના લોક અદાલતમાં રાખવામાં આવેલ છે જેથી તા. ૧૩ પૂર્વે ઈ ચલણના મેમાનો દંડના નાણા એસપી કચેરી મોરબી ખાતે ટ્રાફિક શાખાના રૂમ નં ૧૧ માં અને શનાળા ચોકી, શનાળા રોડ મોરબી ખાતે અથવા ઓનલાઈન ભરી દેવા જણાવ્યું છે

આ સમાચારને શેર કરો