લોક્ડાઉન કાંઇ ભારત એકમાં જ નથી, વિશ્વના કયાં કયાં દેશોમાં લોક્ડાઉન છે? જાણવા વાંચો.

કોરોના સંક્રમણને અટકાવવા માટે ભારતમાં 24 માર્ચથી 21 દિવસનનું લોક ડાઉન આપવામાં આવ્યું છે. સરકાર દ્વારા જીવન જરુરી ચીજ વસ્તુંઓને બાદ કરતા તમામ કારાબાર અને વ્યવસાયોને શટ ડાઉનનો આદેશ આપવામાં આવ્યો છે. લોકો ઘરમાં પૂરાયેલા રહ્યા છે અને બહાર પોલીસ ચોકી પહેરો કરી રહી છે. કોરોના વૈશ્વિક મહામારી હોવાથી માત્ર ભારતે જ નહી દુનિયાના ઘણા દેશોએ આ પ્રકારના કડક પગલા ભર્યા છે. ચાલો તો જોઈએ કયા કયા દેશમાં અનેક એવા પ્રકારનું લોકડાઉન છે.

લોક્ડાઉન : બ્રિટન

બ્રિટને પણ 23 માર્ચથી લોકોને 3 અઠવાડિયા સુધી ઘરની બહાર નહી નિકળવાનો આદેશ આપ્યો છે. પ્રવાસીઓના મનપસંદ દેશ તરીકે જાણીતા સ્વિત્ઝરલેન્ડમાં પણ સૂનકાર જોવા મળે છે સરકારે 19 એપ્રિલ સુધી લોકોને ઘરની બહાર નહી નિકળવાની વાત કરી છે એક પણ હોટલ કે રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવામાં આવ્યા નથી.

લોક્ડાઉન : સ્પેન

વિશ્વમાં સૌથી વધુ પ્રાચિન ધરોહર ધરાવતા સ્પેન દેશમાં કોરોનાનો કહેર ના હોતતો ટૂરિસ્ટ સિઝનમાં વિશ્વભરમાંથી પ્રવાસીઓ જોવા મળતા હોત તેના સ્થાને આખો દેશ બિહામણો લાગે છે. સ્પેન સરકારે કોરોનાના 80 હજારથી વધુ કેસ નોંધાતા ઇમરજન્સી લાગુ પાડી છે આ ઇમરજન્સી કેટલા દિવસ રહેશે તેની કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

લોકડાઉન : ફ્રાંસ

લોક ડાઉનનો આદેશ આપવામાં ફ્રાંસ ભારત પણ આગળ રહ્યો હતો. ફ્રાંસે 17 માર્ચના રોજ દેશમાં તાળાબંધીની જાહેરાત કરી તેની મુદત 27 માર્ચના રોજ પુરી થતા 15 એપ્રિલ સુધી વધારવામાં આવી છે.

લોક્ડાઉન : ઇટલી,ગ્રીસ,બેલ્ઝિયમ,નોર્વે

ઇટલીએ 9 માર્ચના રોજ લોકડાઉન આપ્યું જે હવે પરીસ્થિતિ કાબુમાં ન આવે ત્યાં સુધી ચાલું રહેશે. ગ્રીસમાં 23 માર્ચથી લોકડાઉન ચાલે છે અને બહાર નિકળવા માટે આઇડી દેખાડવું પડે છે. ડાયમંડના કારોબાર માટે જાણીતા બેલ્ઝિયમે 18 માર્ચથી 5 એપ્રિલ સુધીનું લોકડાઉન આપ્યું પરંતુ તે લંબાવીને 19 એપ્રિલ કર્યુ છે. આવી જ રીતે નોર્વેએ 13 એપ્રિલ જયારે આર્યલેન્ડે 19 એપ્રિલ સુધી લોકોને ઘરની બહાર નિકળવાની ના પાડી છે.

લોક્ડાઉન : દક્ષિણ આફ્રિકા, સાઉદી

દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછું છે તેમ છતાં 27 માર્ચથી 3 અઠવાડિયા સુધી લોક ડાઉન જાહેર કર્યુ છે. ભારતની જેમ અહીં પણ પોલીસ ચોકી પહેરો ભરે છે. સાઉદી અરબે મક્કા,મદિના અને રિયાદમાં કોરાનાના પગલે કરફર્યુ નાખ્યો છે. 1 લાખથી વધુ સંક્રમણ ધરાવતા યુનાઇ સ્ટેટ ઓફ અમેરિકાએ લોક ડાઉન જાહેર નથી કર્યુ પરંતુ મોટા શહેરો સીલ કરવાની ફરજ પડી છે

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો