skip to content

વાંકાનેર: પરપ્રાંતિય મજુરોને તેમના વતન પહોંચાડવા 20 એસટી બસો રવાના…

વાંકાનેર : ગઈકાલ સુધી ગુજરાતમાંથી શ્રમિકોનું પલાયન અટકાવતા અઘિકારીઓ આજે શનિવારે રાત સુધીમાં તેમને વતનમાં મોકલવાના આદેશ કરતા મોરબી જિલ્લાના અધિકારી દ્વારા જિલ્લામાં રહેલા અન્ય જિલ્લાનાં તથા પરપ્રાંતિય મજૂરોનું લિસ્ટ તૈયાર કરાવીને એસટી અથવા અન્ય ખાનગી બસમાં બેસાડીને રવાના કરવામાં આવ્યા હતા.

આજે વાંકાનેર પ્રાંત અધિકારીના સ્ટાફ દ્વારા 20 એસટી બસો નું આયોજન કરી તેમને વાંકાનેર ખાતે આવેલ પટેલ સમાજ વાડીમાં પરપ્રાંતીય મજૂરોને ભેગા કરી તેઓને પોતાના વતન દાહોદ ગોધરા જવા માટે એસટી બસોમાં બેસાડી રવાના કરવામાં આવ્યા. સરકારનાં આ ઓચિંતા યુ ટર્ન પાછળ એક વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે લોકડાઉનનો સમય 21 દિવસથી આગળ વધી શકે છે માટે પરપ્રાંતિય મજૂરોને પોતાના વતનની વાટ પકડવા માટે તેમને વતન તરફ મોકલવા વ્યવસ્થા કરવામાં આવી…

જોકે અહીં પ્રશ્ન ઉપસ્થિત રહે છે કે અત્યાર સુધી સમાજ સેવકો દ્વારા ગરીબ મજૂર પરિવારને પોતાના વતન તરફી મોકલવા માટે જે વાહનની સગવડતા કરવામાં આવતી હતી ત્યારે સરકારી અમલદારો તેઓને રોકતાં હતાં અને હવે ખુદ અધિકારીઓ વાહનોની વ્યવસ્થા કરી મજૂરોને તેમના વતન પોહચડવાની તજવીજ હાથ ધરવામા આવી.

આ સમાચારને શેર કરો