સુરતમાં પોલીસ સાથે રેપિડ એક્શન ફોર્સ રસ્તા પર ઉતરી…

સોસાયટીના દરવાજે પણ ન થતા ભેગા

સુરત ખાતે રેપીડ એકશન ફોર્સ ટીમ તૈનાત કરવામાં આવી છે. લોકડાઉનનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રેપીડ એક્શન ફોર્સ દ્વારા સલાબતપુરા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું. સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં ગધેવાન, રૂસ્તમપુરા ,મોંમનાવડ સહિતના સ્થળોએ ફ્લેગ માર્ચ કરાયું. આ ફ્લેગ માર્ચમાં રેપીડ એક્શન ફોર્સની મહિલાઓ પણ સામેલ થઈ હતી. ફ્લેગ માર્ચમાં શહેર પોલીસના એસીપી, પીઆઇ તેમજ રેપીડ એક્શન ફોર્સના ઉચ્ચ અધિકારી જોડાયા હતા. પોલીસે લોકોને પોતાના ઘરોમાં રહેવાની અપીલ કરી હતી.

આ સમાચારને શેર કરો