Placeholder canvas

વાંકાનેર: વીરપર ગામે સીમમાંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

વાંકાનેરના વીરપર ગામે ખરાબાની જમીનમાં દેશી તથા વિદેશી દારૂના જથ્થા સાથે એલ.સી.બી. પોલીસે એક ઈસમની અટકાયત કરી છે. જયારે તેના સાગરીતનું નામ ખુલતા તેને કાયદાના સકંજામાં લેવા માટેની તજવીજ હાથ ધરી છે.

મોરબી એલ.સી.બી. ટીમેં બાતમીને આધારે વાંકાનેરના વીરપર ગામ એડોરેશન સીરામીક સામે ખીમીવાડો સીમમાં આરોપી અજય વાઘજીભાઇ ડાંગરોચાની ભોગવટા વાળી વાડીમાં તથા બાજુમાં ખરાબામાં દરોડો પાડી જ્યાંથી આરોપી અજય રૂપિયા ૧૩૫૦૦ની કિંમતની વિદેશી દારૂની ૩૬ બોટલ અને પોતાની વાડીની બાજુમાં ખરાબામાં રૂપિયા ૪૮૦૦ની કિંમતના દેશી દારૂ બનાવવાના ૨૪૦૦ લીટર ઠંડા આથા સહિત કુલ રૂપિયા ૧૮,૩૦૦ના મુદામાલ સાથે મળી આવ્યો હતો. પોલીસની સઘન તપાસમાં તેના સાગરીત આરોપી બળુભા જીલુભા ઝાલાનું નામ ખુલ્યું હતું.જે મામલે મોરબી એલસીબી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો