Placeholder canvas

વાંકાનેર: સરતાનપર-માટેલ રોડ પર અંગ્રેજી દારૂની બોટલો સાથે 1ઝડપાયો.

વાંકાનેર: સરતાનપર-માટેલ રોડ પર વિદેશી દારૂની ૮ નંગ બોટલો સાથે એક ઈસમને ઝડપીને વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસની ટીમ સરતાનપર-માટેલ રોડ પર,કમાન્ડર સીરામીક સામે પેટ્રોલિંગમાં હતી. એ સમય દરમિયાન આરોપી વીજયભાઇ ધીરૂભાઇ ગઢાદરા રૂપિયા ૪,૮૦૦ની કિંમતની વિદેશી દારૂની ૮ નંગ બોટલ વેચાણ કરવાના ઇરાદે સાથે રાખી મળી આવ્યો હતો. જેથી પોલીસે પ્રોહી.કલમ.૬૫(એ)(એ),૧૧૬(બી)મુજબ ગુનો નોંધી તમામ મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો