Placeholder canvas

વાંકાનેર: રેલ્વે સ્ટેશન રોડ પાસે જુગાર રમતા બે શખ્સ ઝડપાયા.

વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડ પાસે વર્લીફીચરનો જુગાર રમતા બે ઇસમોની એલ.સી.બી. ટીમે અટકાયત કરી છે. જેમાં પોલીસની સઘન તપાસમાં વધુ એક આરોપીનું નામ ખૂલ્યું હતું. જેને પગલે પોલીસે તેને કાયદાના સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

મોરબી એલ.સી.બી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન રેલ્વે સ્ટેશન રોડ ગેબી પાન પાસે જાહેરમાં આરોપી રાજદિપસિંહ દીલુભા જાડેજા અને દેવરાજ ઉર્ફે પીન્ટુ નાગજીભાઈ સુરેલા વરલી ફિચરના આંકડા લખી જુગાર રમતા ઝડપાયા હતા.જેથી પોલીસે જુગારનું સાહિત્ય બે ચિઠ્ઠી , એક બોલપેન તથા રૂપિયા 1,500ની કિંમતના બે મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 8250 મળી કુલ રૂપિયા 9,750 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બંને આરોપીઓની અટકાયત કરી હતી.

પોલીસની સઘન તપાસમાં તેના સાગરીત ક્રીપાલસિંહ જાડેજા નામ ખુલ્યું હતું જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો