Placeholder canvas

હડમતીયા ગ્રા.પં.ના સરપંચનો પદભાર સંભાળતા સોનલબેન રાણસરીયા

ગ્રામપંચાયતનુ રંગબેરંગી ફુગ્ગા દ્વારા સુશોભન તેમજ ગણપતિ દાદાનું વિધિવત અનુષ્ઠાન પુજન અને સોફા-ખુરશીઓ, આઘુનિક સીસીટીવી ૮ કેમેરા દ્વારા પંચાયતને દુલ્હનની જેમ સજાવી આમંત્રિત મહેમાનોને મહેમાનગતિ માટે નાસ્તા માટે પુરતી સગવડ

By રમેશ ઠાકોર – હડમતીયા
હડમતીયાગ્રામ પંચાયતમાં શ્રીમતી સોનલબેન રાણસરીયા આજરોજ વાજતે ગાજતે સરપંચ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. સાથે ઉપસરપંચ તરીકે ચંદ્રિકાબેન ખાખરીયાની સર્વાનુમતે બિનહરીફ વરણી થવા પામી હતી. પહેલેથી જ સરપંચ, ઉપસરપંચ તથા તમામ વોર્ડના સદસ્યો બિનહરીફ સમરસ થયા હતા.આ પ્રસંગે વિસ્તરણ અધિકારી એ.જી. હડિયલ તેમજ તલાટી કમ મંત્રી મનીષાબેન ગજેરાએ ચાર્જ સુપરત કર્યો હતો

હડમતીયાગ્રામ પંચાયતમાં શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયાએ આજરોજ સરપંચ તરીકેનો પદભાર સંભાળ્યો છે. તો સાથે ઉપસરપંચ તરીકે ચંદ્રિકાબેન હસમુખભાઈ ખાખરીયા ની બિનહરીફ વરણી થવા પામી છે. સરપંચ તથા ઉપસરપંચે ચૂંટાયેલા તમામ વોર્ડના બિનહરીફ સદસ્યશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.અને હડમતિયા ગ્રામ પંચાયતના નવ નિયુક્ત સભ્યોએ પદભાર સંભાળ્યા બદલ ગ્રામજનો, આગેવાનો, પુર્વ સરપંચશ્રીઓ અને હડમતિયા સિરામિક ઉદ્યોગકારોએ નવનિયુક્ત સમરસ ગ્રામપંચાયત બોડીને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.

વધુમાં આ પ્રસંગે યુવા સિરામિક ઉદ્યોગકાર પંકજભાઈ રાણસરીયાએ સમસ્ત ગ્રામજનો, વડિલો, પુર્વ સરપંચશ્રીઓ નો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો

આ સમાચારને શેર કરો