Placeholder canvas

હડમતીયા ગામે ખેડૂતને સઘ્યારો આપતી ગ્રાહક સુરક્ષાની ટીમ, હજુ PGVCLના કોઈ વાવળ નથી.

ટંકારાના હડમતીયા ગામે ઇલેક્ટ્રિક લાઈનમાં શોર્ટસર્કિટના કારણે લાગેલી આગથી ખેતરમાં મોટું નુકશાન થયું, ગ્રાહક સુરક્ષાની ટીમે સ્થળની મુલાકાત લીધી…

ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડૂત અને ગુજરાત સ્ટેટ મોનિટરીંગ સેલના અધિક્ષક કે.ટી. કામરીયાના મોટાભાઈના ખેતરમાં વીજ સોર્ટ સર્કિટથી લાગેલી આગના કારણે અઢી વિઘાની કડબમાથી બે વિઘાની કડબ રાખ થઈ જવા પામી છે આશરે 1,20000 હજાર જેટલું નુકસાન થયું છે. લાગેલી આગના 72 કલાક વિતવા છતાં કોઈ પીજીવીસીએલ કર્મચારી કે ઈજનેર ડોકાયા નથી કે પંચરોજકામ કર્યું નથી તેમજ આ તાર- પોલ ત્રીસ વર્ષ જુના હોવાથી ક્યારેય પણ નવા નથી નાખ્યા.

આજે ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષાના પ્રમુખ ગૌતમભાઈ વામજા, હડમતિયા ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ ખાખરીયા એ વાડી માલિક મુળજીભાઈ તરશીભાઈ કામરીયાની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે વીજકંપની દ્વારા ખેડૂતને તત્કાલ નુકસાનીનું વળતર ચુકવવા રકમ તાકિદ કરે. ખેડુતોને જ્યાં જરુર જણાય ત્યાં ટંકારા તાલુકા ગ્રાહક મંડળ સાથે રહેશે અને જ્યાં સુધી પંચરોજ કામ ન થાય ત્યાં સુધી ખેતી ન કરવા જણાવ્યું હતું. જો વહેલી તકે આ ખેતરનું પંચરોજકામ થઈ જાય તો આગામી ચોમાસામાં વાવેતર થઈ શકે તેમ છે અને ભવિષ્યમાં પણ આવી ઘટના ન ઘટે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું

આ સમાચારને શેર કરો